અત્યારનો સમય યોગ્ય કેમ ?
“મે” મહિનો એટલે સરગવાના વાવેતરનો યોગ્ય સમય
- 3 વર્ષ સફળ સરગવાની ખેતીનો અનુભવ પરથી .
“મે” મહિનામાં સરગવો ચોપવાથી છ મહિના એટલે “નવેમ્બર” મહિનામાં દિવાળીના સમય ઉપર તમને સરગવો મળે , જેનો ભાવ 1 કિલોના 60 થી 100 ની વચ્ચે જ હોય છે . જે ડિસેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી મળે છે. તેનો લાભ લઈ ફાયદો અને નફો કરી શકાય .

સરગવાના વૃક્ષને પાણી વધી જવું તે વધારે નુકસાન કારક છે, ચોમાસામાં સરગવાનું વાવેતર કરવાથી નુકસાન થાય છે, ઉગેલા સરગવા બળી જાય છે. અત્યારથી વાવેલા સરગવા મોટા થઈ જવાથી તેના મૂળ પાણી અડવાથી સડતા નથી .
વરસાદ સમયે સરગવા એક મહિના ના થવાથી વૃધ્ધિ જલદી થાય છે અને ફળ પણ મોટું આવે છે.
અત્યારે સરગવો વાવવાથી 85 % જેટલું જ જર્મીનેશન થાય છે , પણ સરગવો ઊગી ગયો હોવાથી બળી જતો નથી.
ચોમાસામાં જર્મીનેશન 95 % જેટલું થાય છે પણ વૃક્ષ નાનું હોવાથી પાણી વધી જવાથી બળી જાય છે અને ખેડૂતને નુકસાન થાય છે.