અમેરિકામાં ટીનેજર બાળકોના મુહાંસા માટે માતાપિતા પહેલાં લીમડો શોધે છે. સાચી દિશા છે — પણ મોટા ભાગના લોકો એને ખોટી રીતે વાપરે છે.
ગ્રંથોમાં લીમડો
ભાવપ્રકાશ નિઘંટુમાં લીમડાને કુષ્ઠઘ્ન (ત્વચારોગ મટાડનાર) અને કંડૂઘ્ન (ખંજવાળ મટાડનાર) કહ્યો છે. ગુણ — તિક્ત (કડવો), શીત, અને કફ-પિત્તશામક.
અને ધ્યાન આપો: પરંપરામાં લીમડાનો સૌથી વધુ ઉપયોગ લેપ અને સ્નાનમાં છે, અંદર લેવામાં નહીં. આ ભેદ આજકાલ ભુલાય છે.
મુહાંસા માટે: બહારથી
અઠવાડિયે બે વાર, ૧૫ મિનિટ:
- ૧ ચમચી લીમડાનો પાવડર
- અડધી ચમચી કસ્તૂરી હળદર — ડાઘ પાડ્યા વગર
- ગુલાબજળ (તૈલી ત્વચા) અથવા દહીં (સૂકી ત્વચા)
સૂકાય તે પહેલાં ધોઈ નાખો. પૂરેપૂરો સૂકવવાથી ત્વચા વધુ તેલ બનાવે છે — અને મુહાંસા વધે છે.
➜ ઓર્ગેનિક લીમડાનો પાવડર જુઓ
નિસર્ગના ખેતરના તાજા પાન, છાંયડે સૂકવેલા — એટલે ઘેરો લીલો રંગ. કોઈ રંગ કે ફિલર નહીં.
અંદરથી: ક્યારે અને કેટલું
જો મુહાંસા સાથે તૈલી ત્વચા અને વારંવાર ફોડલા હોય, તો અડધી ચમચી, દિવસમાં એક વાર, ૪-૬ અઠવાડિયાં — પછી વિરામ.
લીમડો સતત મહિનાઓ સુધી ન લેવો. અને ગર્ભાવસ્થા તથા ગર્ભધારણની કોશિશ દરમિયાન લીમડો અંદર બિલકુલ નહીં — આ સૌથી અગત્યની ચેતવણી છે. બાળકોને અંદર આપવો નહીં.
ત્વચા સાથે પાચન પણ બગડેલું હોય તો બોડી ડિટોક્સ — એમાં લીમડો, ગિલોય અને મંજિષ્ઠા સંતુલિત માત્રામાં છે.
જે લીમડો નહીં કરે
ઊંડા, ગાંઠવાળા, દુખતા મુહાંસા જે ડાઘ મૂકે છે — એ સિસ્ટિક એક્ને છે. એમાં ઘરેલુ પૅક સમય બગાડે છે અને ડાઘ કાયમી રહી જાય છે. અમેરિકામાં ડર્મેટોલોજિસ્ટ મોટા ભાગની વીમામાં આવરી લેવાય છે — વહેલા જાઓ.
અને છોકરીઓમાં જડબા-ગરદન પર મુહાંસા + અનિયમિત માસિક + વધારાના વાળ — PCOS તપાસાવો.
સંબંધિત
લીમડો · મુલતાની માટી · ફેસ પૅક · બધા ઉત્પાદનો
આ કોસ્મેટિક/ખાદ્ય ઉત્પાદનો છે, દવા નથી. આ વિધાનોનું મૂલ્યાંકન યુ.એસ. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા થયું નથી. કોઈ રોગનું નિદાન, ઉપચાર, ઈલાજ કે નિવારણ કરવાનો હેતુ નથી. પ્રથમ ઉપયોગ પહેલાં પૅચ ટેસ્ટ કરો.