Organic Moringa Drumstick Leaf Powder - Nisarg Organic Farm

થાઇરોઇડ અને જડીબુટ્ટીઓ: શું મદદ કરે છે, અને શું બિલકુલ ન લેવું

અમેરિકામાં રહેતી ગુજરાતી બહેનોમાં હાયપોથાયરોઇડિઝમ ખૂબ સામાન્ય છે. આયુર્વેદ થાયરોઇડ ઠીક નથી કરતું — પણ કેટલીક વસ્તુ થાક અને પોષણમાં મદદ કરે. અને કેટલીક વસ્તુ બિલકુલ ન લેવી.

Organic Moringa Drumstick Leaf Powder - Nisarg Organic Farm

"મને થાયરોઇડ છે, કંઈ આયુર્વેદિક લઉં?" — આ સવાલ અમને દર અઠવાડિયે આવે છે, ખાસ કરીને ૪૦થી ૬૦ વર્ષની બહેનો પાસેથી.

સીધો જવાબ પહેલાં: જો થાયરોઇડની દવા (levothyroxine / Synthroid) ચાલુ હોય તો કોઈ પણ પાવડર એની જગ્યા નથી લઈ શકતો. આયુર્વેદની ભૂમિકા અલગ છે — થાક, વાળ ખરવા, કબજિયાત, અને પોષણની ખોટ માટે.

આયુર્વેદ આને કેવી રીતે જોઈ છે

જૂની સંહિતાઓમાં "થાયરોઇડ" શબ્દ નથી — ગ્રંથિ અને એન્ડોક્રાઇન કલ્પના જ ન હતી. પણ લક્ષણોનું વર્ણન છે. હાયપોથાયરોઇડિઝમનાં લક્ષણો — મંદ અગ્નિ, વજન વધવું, ઠંડી સહન ન થવું, સુસ્તી, સોજો — કફ-વર્ધક + આમનું ચિત્ર છે. તેથી પરંપરાગત અભિગમ છે: અગ્નિ સુધારો, આમ ઘટાડો, હલનચલન વધારો.

શું ખરેખર મદદ કરે છે

મોરિંગા (શિગ્રુ / સરગવો)

થાયરોઇડથી થાક લાગતી હોય, અને સાથે હીમોગ્લોબિન કે વિટામિન D પણ ઓછું હોય — બંને ભેગા થાય એ સામાન્ય છે. મોરિંગામાં લોહતત્ત્વ, વિટામિન A, કેલ્શિયમ અને સેલેનિયમ છે. સેલેનિયમ ખાસ છે — થાયરોઇડ હોર્મોન T4 ને T3માં બદલવા માટે શરીરને સેલેનિયમ જોઈએ.

પણ આ સમજો: મોરિંગા થાયરોઇડ "ઠીક" નથી કરતું. એ થાક અને પોષણની ખોટ ભરે છે, જેથી કેટલાકને સારું લાગે છે.

➜ ઓર્ગેનિક મોરિંગા (સરગવા) પાવડર જુઓ
નિસર્ગના પોતાના ખેતરનાં સરગવાનાં પાન, છાયડે સુકવેલાં — એટલે રંગ ઘેરો લીલો, પીળાશ પડતો નહીં. કોઈ ફિલર, કોઈ ડાળખાંનો ભૂકો નહીં. ભારતથી સીધું, અમેરિકા ડિલિવરી.

અશ્વગંધા — સાવચેતીથી

કેટલાક અભ્યાસમાં અશ્વગંધાથી T3/T4 હળવા વધ્યા છે. હાયપોથાયરોઇડમાં એ મદદરૂપ હોઈ શકે, પણ હાયપરથાયરોઇડ (Graves)માં નહીં — ત્યાં એ ઉલટું કરે. અને જો દવા લેતાં હો તો ડોઝ બદલાવી પડે એવું બને — એકલા ન શરૂ કરો.

શું ન લેવું

કેલ્પ/સિવીડ આયોડિન સપ્લિમેન્ટ — અમેરિકાની હેલ્થ સ્ટોરમાં "થાયરોઇડ સપોર્ટ" ના નામે વેચાય છે. જો તમે આયોડિઝ્ડ મીઠું વાપરતા હો (મોટાભાગે વાપરો છો), તો વધારાનું આયોડિન હાશિમોટો (Hashimoto)ને વધારી શકે છે. ટેસ્ટ કરાવ્યા વગર આયોડિન ન લેવું.

દવા અને પાવડર વચ્ચે ૪ કલાકનું અંતર રાખો. Levothyroxine ખાલી પેટે લેવાની હોય છે, અને કેલ્શિયમ/લોહતત્ત્વવાળું કંઈ પણ એનું શોષણ ઘટાડે છે — મોરિંગામાં બંને છે. દવા સવારે ૬ વાગે, મોરિંગા બપોરે.

રોજનું રૂટીન

  • સવારે ખાલી પેટે થાયરોઇડની દવા, પાણી સાથે
  • ૬૦ મિનિટ પછી નાસ્તો
  • બપોરે કે સાંજે ½–૧ ચમચી મોરિંગા — છાશ/સૂપ/લીંબુ પાણીમાં
  • રોજ ૨૦–૩૦ મિનિટ ચાલવું — કફ ઘટાડવાનો સૌથી મોટો ઉપાય
  • સતત ઠંડું અને કાચું ખાવાનું ઓછું — ગરમ અને રાંધેલું વધારે

આ ભૂલ ન કરશો

જે લોકો કહે કે "આ ચૂર્ણ લેશો તો દવા બંધ થઈ જશે" — એમનું ન માનશો. દવા જાતે બંધ કરવાથી ઘણું ગંભીર થઈ શકે — હ્રદય, કોલેસ્ટ્રોલ, ગર્ભાવસ્થા બધા પર અસર. હંમેશા દર ૬–૧૨ મહિને TSH ટેસ્ટ, અને નવું સપ્લિમેન્ટ શરૂ કરો તો ડૉક્ટરને જણાવો.

સંબંધિત

મોરિંગા પાવડર · અશ્વગંધા · હીમોગ્લોબિન પાવડર · બધા ઉત્પાદનો

આ ખાદ્ય પૂરક છે, દવા નથી. આ વિધાનોનું મૂલ્યાંકન યુ.એસ. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન દ્વારા થયું નથી. કોઈ રોગનું નિદાન, ઉપચાર, ઈલાજ કે નિવારણ કરવાનો હેતુ નથી.

Grown on our own farm in Gujarat.

Single ingredient, shade-dried, no fillers. Farm-direct, no middlemen.

Back to blog