આ લેખમાં એક વાત એવી છે જે વેચાણ માટે અનુકૂળ નથી, પણ સાચી છે. એટલે પહેલાં એ જ કહી દઈએ.
કોઈ પણ છોડ ભરોસાપાત્ર વિટામિન B12 આપતો નથી. સ્પિરુલિના, ક્લોરેલા, મોરિંગા — આમાં જે મળે છે તે મોટે ભાગે સ્યુડો-B12 છે, જે તપાસમાં B12 જેવું દેખાય પણ શરીરમાં કામ ન કરે.
એટલે B12 પૂરકમાંથી જ લેવું પડે. આ આયુર્વેદ વિરુદ્ધ નથી — ગ્રંથો લખાયા ત્યારે વિટામિનની ખબર જ નહોતી.
ગુજરાતી પરિવારોમાં કેમ વધારે
- ઘણા પરિવારો પેઢી દર પેઢી શુદ્ધ શાકાહારી
- ભારતમાં દૂધ-દહીંથી થોડું મળી રહેતું; અમેરિકામાં ડેરી ઘટે છે
- ઉંમર સાથે પેટનું એસિડ ઘટે — શોષણ ઘટે
- મેટફોર્મિન અને ઍસિડ ઘટાડતી દવાઓ B12 શોષણ ઘટાડે છે
લક્ષણો — જે મોડે સુધી પકડાતાં નથી
- પગ-હાથમાં ઝણઝણાટી, સોય ભોંકાવા જેવું
- યાદશક્તિ ધૂંધળી, ધ્યાન ન ટકે
- જીભ લાલ અને સુંવાળી
- અંધારામાં ચાલવામાં સંતુલન ઓછું
આ ગંભીર છે: ઝણઝણાટી અને સંતુલનની તકલીફ નર્વને નુકસાનની નિશાની છે. લાંબા સમય પછી આ નુકસાન કાયમી બની શકે છે.
ટેસ્ટ કેવી રીતે
સીરમ B12 તપાસો. રિપોર્ટ “બોર્ડરલાઇન” આવે અને લક્ષણો હોય તો MMA અથવા હોમોસિસ્ટીન માગો. પૂરક લેતાં પહેલાં ટેસ્ટ કરાવો.
નિસર્ગનું B12 કેમ
શાકાહારી પરિવારો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે બજારના ઘણા B12 પૂરક પ્રાણીજન્ય સ્રોતમાંથી હોય છે અથવા જેલેટિન કૅપ્સુલમાં હોય છે.
➜ વિટામિન B12 સપ્લિમેન્ટ — ૧૦૦% પ્લાન્ટ બેઝ્ડ જુઓ
શુદ્ધ શાકાહારી — કોઈ જેલેટિન નહીં, કોઈ પ્રાણીજન્ય ઘટક નહીં. જૈન અને વીગન બંને માટે યોગ્ય. ભારતથી સીધું, અમેરિકા ડિલિવરી.
કેવી રીતે લેવું
રોજ, નિયમિત. શાકાહારીઓ માટે આ આજીવન વસ્તુ છે — ત્રણ મહિનાનો કોર્સ નહીં. સાથે ફોર્ટિફાઇડ ખોરાક — ન્યુટ્રિશનલ યીસ્ટ, ફોર્ટિફાઇડ સોય/ઓટ મિલ્ક.
જો ઝણઝણાટી પહેલેથી છે, અથવા B12 ખૂબ નીચું છે, અથવા પર્નિશિયસ એનીમિયા હોય — તો ગોળી પૂરતી નથી, ઇન્જેક્શન જોઈએ. ડૉક્ટર જ નક્કી કરે.
સાથે શું જુએ
ભારતીય શાકાહારીઓમાં ત્રણેય સાથે ઓછાં હોય એ સામાન્ય છે: B12, વિટામિન ડી અને આયર્ન. લોહતત્ત્વ માટે હીમોગ્લોબિન પાવડર અને મોરિંગા — પણ B12 માટે નહીં.
સંબંધિત
વિટામિન B12 · હીમોગ્લોબિન પાવડર · સ્પિરુલિના · બધા ઉત્પાદનો
આ ખાદ્ય પૂરક છે, દવા નથી. આ વિધાનોનું મૂલ્યાંકન યુ.એસ. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા થયું નથી. ઉણપનું નિદાન રક્તપરીક્ષણથી જ થાય છે.