Organic Moringa Leaf Powder - Nisarg Organic Farm

નવ દિવસ ગરબા અને ઉપવાસ સાથે: શક્તિ ટકાવવાની સાચી રીત

ફરાળી ખાવાનું મોટે ભાગે તળેલું અને લોટવાળું હોય છે — એટલે ત્રીજા દિવસે થાક લાગે છે. લંઘનનો સિદ્ધાંત, અને અમેરિકામાં કામ પછી ગરબા રમવા માટે શું જોઈએ.

Organic Moringa Leaf Powder - Nisarg Organic Farm

અમેરિકામાં નવરાત્રિ ભારત કરતાં અઘરી છે. ત્યાં ગરબા રાત્રે થાય અને બીજા દિવસે રજા હોય. અહીં નવ દિવસ પૂરી નોકરી, પછી ડ્રાઇવ કરીને હૉલ, પછી અગિયાર-બાર વાગ્યા સુધી ગરબા, અને સવારે પાછું ઑફિસ. ઉપરથી ઉપવાસ.

ત્રીજા-ચોથા દિવસે લગભગ બધાને એક જ થાય છે: ચક્કર, પગમાં ખાલી, અને પહેલાં જેવી શક્તિ નહીં.

ઉપવાસનો મૂળ સિદ્ધાંત — લંઘન

ચરક સંહિતામાં લંઘન એટલે હલકું કરવું. ઉદ્દેશ પાચનને આરામ આપવાનો છે. એટલે જ ઉપવાસનું ભોજન ઓછું અને હલકું હોવું જોઈએ.

અહીં જ આજનું ફરાળ ઊંધું પડે છે. સાબુદાણાની ખીચડી ઘીમાં, ફરાળી પેટીસ તળેલી, રાજગરાની પૂરી, બટાટાની ચિપ્સ — આ સામાન્ય જમવા કરતાં ભારે અને વધુ કૅલરીવાળું છે, ફક્ત અનાજ વગરનું છે.

પરિણામ: પાચનને આરામ મળતો નથી, પ્રોટીન લગભગ શૂન્ય રહે છે, અને શક્તિ સ્ટાર્ચના ધક્કાથી ચાલે છે — જે ચડે-ઊતરે.

થાકનાં ત્રણ કારણ

  1. પ્રોટીન નથી. સાબુદાણો, બટાટા, રાજગરો — બધું કાર્બોહાઇડ્રેટ. સ્નાયુ પાસે કંઈ નથી.
  2. મીઠું ઓછું, પરસેવો વધારે. બે-ત્રણ કલાક ગરબા એટલે ખાસ્સો પરસેવો.
  3. પાણી ઓછું. સાંજે પાણી પીવાનું ટાળીએ છીએ જેથી ગરબા વખતે તકલીફ ન થાય — અને એ જ ચક્કરનું કારણ બને છે.

સવારે એક ચમચી — આખા દિવસનો ફરક

ફરાળમાં જે એક વસ્તુ ખૂટે છે તે છે પ્રોટીન અને લોહતત્ત્વ. મોરિંગા (સહજન/શિગ્રુ) નાં પાન બંને આપે છે, ફરાળમાં ચાલે છે, અને એક ચમચી પૂરતી છે.

ઓર્ગેનિક મોરિંગા લીફ પાવડર જુઓ
નિસર્ગના ખેતરનાં તાજાં પાન, છાંયડે સૂકવેલાં — એટલે ઘેરો લીલો રંગ. કોઈ ફિલર, કોઈ રંગ નહીં. ભારતથી સીધું, અમેરિકા ડિલિવરી.

નવ દિવસનું વ્યવહારુ રૂટીન

સવારે

એક ચમચી મોરિંગા અથવા સ્પિરુલિના, લીંબુના પાણી કે નારંગીના રસમાં — વિટામિન સી સાથે લોહનું શોષણ કેટલાય ગણું વધે છે. દૂધ સાથે નહીં.

બપોરે

દહીં અથવા છાશ મસાલો નાખેલી છાશ. પ્રોટીન પણ મળે, અને ભાવપ્રકાશ તક્રને પાચન માટે વખાણે છે. સાથે ફળ — કેળું અને દાડમ ખાસ.

ગરબા પહેલાં — બે કલાક અગાઉ

  • સબજા એક ચમચી, ૨૦ મિનિટ પલાળીને, લીંબુ-સિંધવના પાણીમાં — ધીમે પાણી છોડે છે, એટલે વારંવાર બાથરૂમ જવું નથી પડતું
  • મુઠ્ઠી શેકેલી શિંગ અથવા સૂરજમુખીનાં બી
  • એક ખજૂર

ગરબા પછી

ભારે ફરાળ નહીં. હૂંફાળું દૂધ, અથવા લેમનગ્રાસ ચા.

નવ દિવસ પછી ધીમે પાછા આવો

દશેરાના દિવસે સીધું ભારે ભોજન નહીં. એક-બે દિવસ ખીચડી, દાળ-ભાત, છાશ. ગ્રંથોમાં ઉપવાસ પછીના આ ક્રમને સંસર્જન ક્રમ કહ્યો છે — અને એ છોડવાથી જ મોટા ભાગની એસિડિટી થાય છે.

કોણે ઉપવાસ ન કરવો

ડાયાબિટીસમાં દવા કે ઇન્સ્યુલિન ચાલુ હોય, ગર્ભાવસ્થા, સ્તનપાન, ઓછું હીમોગ્લોબિન, કે લો બ્લડ પ્રેશર — આમાં નવ દિવસના ઉપવાસ પહેલાં ડૉક્ટરને પૂછવું જરૂરી છે. ડાયાબિટીસમાં ઉપવાસ સાથે એ જ ડોઝ ચાલુ રાખવાથી શુગર ખતરનાક રીતે નીચે જઈ શકે છે.

સંબંધિત

મોરિંગા · સ્પિરુલિના · સબજા · બધા ઉત્પાદનો

આ ખાદ્ય પૂરક છે, દવા નથી. આ વિધાનોનું મૂલ્યાંકન યુ.એસ. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન દ્વારા થયું નથી. કોઈ રોગનું નિદાન, ઉપચાર, ઈલાજ કે નિવારણ કરવાનો હેતુ નથી.

Grown on our own farm in Gujarat.

Single ingredient, shade-dried, no fillers. Farm-direct, no middlemen.

Back to blog